વ્યાયામ નું મહત્વ | Importance of Exercise PDF In Gujrati

વ્યાયામ નું મહત્વ – Importance of Exercise PDF Free Download

આસનોનો મુખ્ય ઉદ્દેશ શારીરિક વ્યાયામ છે. સાથેસાથે કોઈ યોગચક્રોનું જે જાગરણ થઈ જાય છે, એ વધારાનો લાભ છે, અન્ય અસંખ્ય પ્રકારના વ્યાયામ, રમતો આજકાલ પ્રચલિત છે, એમાં પણ ઉપર્યુક્ત બંને લાભ ઓછીવત્તી માત્રામાં મળે છે. જેમને આસનોમાં રુચિ ન હોય, પરંતુ અન્ય પ્રકારના વ્યાયામોમાં દિલચશ્પી હોય, તેઓ એ રીતે પણ શ૨ી૨ને મજબૂત કરવા માટેના મૂળ ઉપાય તરીકે પણ આસનની પૂર્તિ કરી શકે છે. નીચે કેટલાક એવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આસન અથવા અન્ય પ્રકારના વ્યાયામ કરનાર માટે પણ સમાનરૂપે ઉપયોગી ઠરે છે.

(1) કસરત કરવી જોઈએ. ગરમી અને વર્ષાના દિવસોમાં હળવી કસરત કરવી જેઈએ. આ સમય દરમિયાન શિયાળા કરતાં અડધી કસરત પૂરતી થઈ રહેશે.

(૨) વ્યાયામ માટે સવારનો સમય સૌથી ઉપયોગી છે. સૂર્યોદય સુધીમાં વ્યાયામ થઈ જાય એ વધારે યોગ્ય છે, કદાચ સૂર્ય ઊગ્યા પછી એક કલાક સુધી લંબાય તો વાંધો નથી. સામાન્ય રીતે એક વખત જ વ્યાયામ કરવો પર્યાપ્ત છે. જો સાંજે કરવો પડે તો એ હળવો અને થોડા પ્રમાણમાં કરવો જરૂરી છે.

(૩) બાળકો માટે ખેલકૂદ, દોડ વગે૨ે સરળ, જ્યારે યુવાનો માટે દંડ બેઠક, સૂર્યનમસ્કાર, ડંબેલ્સ વગેરે કઠિન વ્યાયામ અને ઘરડા માણસો માટે ફરવું કે હળવાં આસન જેવો વ્યાયામ પૂરતો થઈ છે.
(૪) ભોજન પછી કસરત કરવી હાનિકારક છે. જ્યારે ભોજન પચી જાય ત્યારે જ કસરત કરવી જોઈએ. (બ) જે બીમાર અથવા કમજોર હોય તો ભૂલથી પણ કઠિન કસરત ન કરવી. અશક્ત શરીર દ્વારા ભારે મહેનત કરવાથી, શક્તિ ક્ષીણ થવાથી ઊલટું વધારે નુકસાન થાય છે.

(5) કસરત ધીરે ધીરે, પ્રસન્ન ચિત્તે દિલચશ્તીથી શક્તિ મુજબ કરવી જોઈએ. એક કસરત કરીને, બીજી કરવી હોય ત્યારે થોડો આરામ કરવો જોઈએ. વળી, જ્યારે થાક લાગે ત્યારે કસરત બંધ કરવી જોઈએ.

(૬) સ્નાન અને વ્યાયામ વચ્ચે ઓછામાં ઓછા અડધા કલાકનું અંતર રાખવું જોઈએ. વ્યાયામ પછી સ્નાન કરવું વધારે સારું છે, પરંતુ જેને ટેવ હોય તેઓ સ્નાન પછી પણ વ્યાયામ કરી શકે છે.

(7) વ્યાયામ પહેલાં હલકે હાથે તેલ-માલિશ કરવું જોઈએ. તેલ ચામડીમાં સુકાઈ જાય, એ રીતે ધીમી ગતિથી માલિશ કરવી બરાબર છે.

AUTHORDUKE UNIVERISITY
PAGE NO114
LANGUAGEENGLISH
CATEGORYHEALTH

Free Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *